Friday 28 February 2014

કચરો આપી પૈસા મેળવો, વડોદરામાં શરૂ કરાયું ઇ-વેસ્ટ કલેક્શન

વડોદરા, 27 ફેબ્રુઆરીઃ 



વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇ વેસ્ટ કલેક્શનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એમઓયુ વીએમસી અને ઇસીએસ એન્વાયર્નમેન્ટ પીવીટી લિ., કે જે અમદાવાદ સ્થિત કંપની છે, તેની સાથે કર્યું છે, એમઓયુ અંતર્ગત કંપની દ્વારા લોકો પાસેથી ઇ-વેસ્ટ એકઠો કરવામાં આવશે, તેમ વીએમસીની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેન્દ્ર પ્રભુદાસ પટેલે જણાવ્યું છે. આ કંપની દ્વારા લોકો પાસેથી જૂના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લેશે અને તેના બદલામાં રકમ આપશે. આ ગેજેટ્સમાં ટેલિવિઝન, વોશિંગ મશિન, મોબાઇલ ફોન્સ, મોનિટર્સ, ગેમિંગ કોન્સોલ્સ સહિતના અન્ય ઇ-વેસ્ટ હશે, જેને રિસાઇક્લિંગ કરવામાં આવશે. તેમજ કંપની દ્વારા જે કલેક્શન કરવામાં આવશે તેનું 12 ટકા સિવિક બોડીને આપશે, તેમ જણાવ્યું છે. વેસ્ટ નિકાલને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવશે, તથા વીએમસી દ્વારા વેસ્ટ નિકાલને મોનિટરિંગ કરવામાં આવશે, તેમ સિવિક બોડીના આઇટી ડિરેક્ટર મનિશ કુમાર ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ઇ-વેસ્ટ માટે વીએમસી દ્વારા લોકો માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે.  વીએમસી દ્વારા જે ઇ-વેસ્ટ કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે તે ગઇકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવેલા ઇ-નગર પ્રોજેક્ટ્સ અને મહાત્મા ગાંધી સ્વચ્છતાં અભિયાન અંતર્ગત છે.

No comments:

Post a Comment