Gozaria Village

ગોઝારિયા ગામમાં તમારું હાર્દિક સ્વાગત છે.

Map of Gozaria



ગોઝારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગોઝારિયા, આમ્બલિયાસન- વિજાપુર રેલ્વે લાઈન પર, આમ્બલિયાસનથી ૧૫ કિ.મી. અને અમદાવાદથી ૬૫ કિ.મી. તથા ગાંધીનગરથી ૩૨ કિ.મી. ના અંતરે અમદાવાદ, ગાંધીનગર,વિસનગર, ખેરાળુ, અંબાજી હાઈવે ઉપર વસેલું છે.

ગોઝારીયા નો ઇતિહાસ

ગોઝારીયા ની સ્થાપના

વરિષ્ઠ નાગરિકોની વાતો તથા વહીવંચા બારોટની નોંધ મુજબ આ ગામ 'સંધાસણ' કે 'સિંહાસન' નામે ઓળખાતું હતું. આશરે ૧૨૩૦ વર્ષો પહેલા સવંત ૮૨૯ વૈશાખ સુદ-૩ ને ઈ.સ. ૭૭૩ ના દિવસે વસ્યું હતું. આ ગામ પાસે આશરે ૧૦૦ વિધાનું મોટું ગૌચર છે, તેમાં જુનું અંબાજી માતાનું મંદિર આવેલું છે. શ્રી અંબાજી માતાના મંદિરના પરિસરમાંથી 'સરસ્વતી' દેવીની કલાત્મક ખંડિત મૂર્તિ મળી આવી હતી. એ આરસપહ...ાણની છે, તેને હાલ ગોઝારિયા હાઈસ્કૂલમાં છે આ મંદિરની પાસે એક તળાવ છે જે 'ભીમ તળાવ' તરીકે ઓળખાય છે.

ગોઝારિયા નામની ઉત્પતિ

ગામમાં પ્રચલિત એક દંતકથા છે કે ગૌચર માં એક ગાય કોઈ એક ચોક્કસ જગ્યાએ ઝરી જતી હતી. તેથી આ જગ્યાએ ગોઝારિયા ગામનો વસવાટ થયો. 'ગોઝરી' ઉપરથી 'ગોઝારિયા' - 'ગુઝારિયા' - ગોઝારિયા એમ અપભ્રંશ થયો. ૬૦ વર્ષ પહેલાં આ ગામ 'પારેખવાડા' તરીકે ઓળખાતું હતું. આ ગામના 'પારેખ' કડવા પાટીદાર હતા જેમના વડવાને ગાયકવાડ સરકારે મહેસુલીનું કામ કાજ સોંપેલું તેથી આ પારેખ 'અમીન'ના નામથી ઓળખાય છે.

સ્થળાંતર

શ્રી અંબાજી માતાના મંદિરના આસપાસ વસેલું આ ગામ કયારે અને કયા સંજેગોમાં 'મોટા માઢ' વાળી જગ્યાએ આજના નવા ગામ ગોઝારિયાનો વસવાટ શરુ થયો તે સંશોધનનો વિષય છે.બારોટની વંશવહીના આધારે મોટા માઢવાળી જગ્યામાં સંઘજી વંશના પૂર્વજો વસીને રહ્યા હતા.

૧૧૬ વર્ષ પહેલા તા.૧૧-૧-૧૮૯૪નાં રોજ ભારતના એક ક્રાંતિકારી અને યુગપુરુષ મહર્ષિ અરવિંદ ઘોષ પધારેલા. ૧૮૯૪માં મહેસાણા પરગણામાં પડેલા દુકાળનું સર્વેક્ષણ કરવા શ્રીમંત સયાજીરાવ મહરાજે મોકલાવેલા.
[ફેરફાર કરો] રેલવેની શરૂઆત


ગોઝારિયા ગામમાં રેલવેની શરૂઆત


અમીનોના ગાયકવાડ સરકાર સાથેના સારા સંબધોની કારણે તા.૦૧-૦૯-૧૯૨૮ના રોજ આમ્બલિયાસણ ગોઝારિયા – વિજાપુર રેલવે લાઈન શરૂ થઇ. સોમનાથ પંચાલે રેલવે પ્લેટફોર્મ બંધાવેલું.
મીરખાં બહારવાટિયો

ઈ.સ. ૧૯૨૨માં પાટણ બાજુથી આવેલા મીરખાંએ ગોઝારિયામાં ધાડ પાડી લૂંટ ચલાવેલી. તેને ખેડૂતોને લૂંટ્યા ન હતા. મીરખાંની ગોળીથી મોહન રાવળનું મૃત્યુ થયું હતું. પ્રખ્યાત લેખક પુષ્કર ચંદાવરકરે ગામની મુલાકાત લઇ મીરખાં વિશે "મુંબઈ સમાચાર" દૈનિક પત્રમાં એક નવલકથા પણ ક્રમશ: શરૂ કરેલી .

No comments:

Post a Comment