Ajab Gajab


કેવી-કેવી રીતે કર્યું પ્રપોઝ, ગાલ પર પપ્પીની જગ્યાએ પડી થપ્પડ














1 of 11 Photos

કેવી-કેવી રીતે કર્યું પ્રપોઝ, ગાલ પર પપ્પીની જગ્યાએ પડી થપ્પડ
પ્રેમ પ્રસ્તાવ વ્યક્ત કરવાનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે, અને આ દિવસે પ્રેમી કે પ્રેમિકાને I Love You કહેવાની લાખો દિલોને ઈચ્છા હોય છે. રોમેન્ટિક લોકો પોતાની વાત તરત કહીં દેતા હોય છે અને તેઓ પોતાનો પ્રેમ પ્રસ્તાવ વ્યક્ત કરવા માટે કોઈને કોઈ રસ્તો તો શોધી જ લેતા હોય છે. કેટલાક લોકો તો વળી એવા હોય છે કે તેમને પ્રેમનો ઈઝહાર કરવામાં વર્ષોનાં વર્ષો લાગી જાય છે અને કેટલાક વળી એવા હોય છે કે ઈચ્છે તો પણ પોતાનાં દિલની વાત પ્રિયપાત્રને નથી કહીં શકતા.

આ અઢી અક્ષરનાં પ્રેમમાં કેટકેટલા રંગો હોઈ શકે છે, તેની કલ્પના કરવી સરળ નથી. પરંપરાગત રીતથી હટકે 'I Love You' કહેવાની કેટલીક વિચિત્ર રીતો દુનિયામાં જોવા મળી છે. પણ આ રીતોથી કોઈ જ ગેરેન્ટી ન આપી શકાય કે તમારો પ્રેમી કે પ્રેમિકા તમારા પ્રેમ પ્રસ્તાવને સ્વીકારી શકે, પણ હા, આ વાતની સંભાવના ઘણી બધી છે કે તે તમારા આ પરાક્રમથી હરહંમેશ માટે નારાજ થઈ જાય. તમે અહીં પ્રેમનો ઈઝહાર કર્યાની આવી જ 10 માઇન્ડ બ્લોઇંગ રીતોને તસવીરોનાં માધ્યમથી જોઈ શકશો..

અઢી અક્ષરનાં પ્યારની આ I Love You કહેવાની રીતે તસવીરોમાં જોવા માટે ક્લિક કરી શકો છો આગળની સ્લાઇડ..
....................................................

કેવી-કેવી જગ્યાએ દોડે છે લોકોનું ભેજું, બોલે તો What n idea sir ji


1 of 16 Photos

કેવી-કેવી જગ્યાએ દોડે છે લોકોનું ભેજું, બોલે તો What n idea sir ji
દિમાગનો અસરકારક ઉપયોગ કરી, તેઓ એવી-એવી વસ્તુઓ બનાવી લે છે, જે કોઈએ વિચારી પણ ન હોય. કોઈએ સાચું જ કહ્યું છે, કલ્પનાને કોઈ સીમાડા નથી હોતા.

અહીં પ્રસ્તુત કરેલી તસવીરો જોયા પછી તમે પણ આ વાત સાથે સહમત થશો અને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે. આ તસવીરોમાં તમને જોવા મળશે કે લોકો ક્યાં-ક્યાં અને કેવું-કેવું દિમાગ દોડાવે છે.

આમાંથી મોટા ભાગનાં આવિષ્કારો કે આઈડિયાઝ, ભંગારમાંથી એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવતા હોય છે. ભંગારની મદદથી તેઓ પોતાનાં વિચારોને આકારોમાં પરિવર્તિત કરી દેતા હોય છે.

આ આવિષ્કારોને જોઈ ક્યારેક હસવું પણ આવે છે અને ક્યારેક ઘણું બધું જાણવાં વિચારવા મળી જાય છે.  આજે અમે તમારી સામે લઈને આવ્યાં છીએ, એવા જ કેટલાક અજીબોગરીબ આવિષ્કારો..

....................................................

વેસ્ટમાંથી બેસ્ટ બનેલાં આવિષ્કારો, બોલે તો What an idea sir ji


1 of 10 Photos

વેસ્ટમાંથી બેસ્ટ બનેલાં આવિષ્કારો, બોલે તો What an idea sir ji
કોઈએ સાચું જ કહ્યું છે, કલ્પનાને કોઈ સીમાડા નથી હોતા. અહીં પ્રસ્તુત કરેલી તસવીરો જોયા પછી તમે પણ અમારી આ વાત સાથે સહમત થશો અને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે. આ તસવીરોમાં તમને જોવા મળશે કે દુનિયાનાં લોકો, ખાસ કરીને ભારતીયો ક્યાં-ક્યાં અને કેવું-કેવું દિમાગ દોડાવે છે.

દિમાગનો અસરકારક ઉપયોગ કરી, તેઓ એવી-એવી વસ્તુઓ બનાવી લે છે, જે કોઈએ વિચારી પણ ન હોય. આમાંથી મોટા ભાગનાં આવિષ્કારો, ભંગારમાંથી એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યાં હોય છે. ભંગારની મદદથી તેઓ પોતાનાં વિચારોને આકારોમાં પરિવર્તિત કરી દેતા હોય છે.

આ આવિષ્કારોને જોઈ ક્યારેક હસવું પણ આવે છે અને ક્યારેક ઘણું બધું ઉપયોગી, જાણવાં વિચારવા મળી જાય છે.  'What an idea sir ji' નામની આ તસવીરી સિરિઝનાં ભાાગરૂપે આજે ફરી અમે તમારી સામે લઈને આવ્યાં છીએ, એવા જ કેટલાક અજીબોગરીબ આવિષ્કારો..

...................................

સમજાઈ ગયું તો હસી-હસીને થશો ગાંડા, It happens only in India

1 of 10 Photos
ભારત જેટલો વિવિધતા ભર્યો દેશ છે, તેટલા જ વિવિધતા ભર્યા અહીંનાં લોકો અને તેમનાં વિચારો છે. ભારતીય લોકોને તેમનાં વિચારો વ્યક્ત કરવા માટે કોઈ જાહેરાતો કરવાની કે પછી હોર્ડિંગ લઈને ઊભાં રહેવાની જરૂર નથી પડતી, તેઓ તેમનાં વિચારોને પોતપોતાનાં વાહનો પાછળ કે આગળ એવી રમૂજી રીતે વ્યક્ત કરી દેતા હોય છે કે તેને વાંચનાર વ્યક્તિ બે ઘડી તો હસતી જ રહે.

અહીં હસવા માટે કોમેડી સર્કસ કે પછી પ્રોગ્રામોની કોઈ જરૂર જ નથી હોતી, હસવા માટે અહીં ઘણી બધી વસ્તુઓ વાહનોમાં જ જોવા મળી જાય છે. તેમાં પણ ખાસ કરીને રસ્તાઓની રાણી કહેવાતા 'ભારતીય ટ્રક' હવે ભારતની એક આગવી ઓળખ બની ચૂક્યા છે. અહીં ટ્રક ડ્રાઇવર તેમનાં ટ્રકનાં શણગાર પાછળ એટલો ખર્ચ કરે છે જેટલો તેઓ તેમની પત્નીનાં શણગાર પાછળ પણ નહીં કરતા હોય.

ટ્રક ડ્રાઇવર માટે તેમનો ટ્રક જ તેમની બીજી પત્ની છે અને તેના વગર તેમને ચૈન નથી પડતો એમ કહીંએ તો કશું જ ખોટું નથી. એટલા માટે જ હવે વિદેશો અને ખાસ કરીને ડિસ્કવરી જેવી ચેનલોએ પણ ભારતીય ટ્રક અને તેના રંગબેરંગી શણગારને ધ્યાનમાં લઈને અનોખાં ટીવી કાર્યક્રમોપણ પ્રસ્તુત કર્યાં છે, જેમાં વિદેશી ડ્રાઇવર લાલ, લીલા, પીળા અને વાદળી રંગોનાં ભારતીય ટ્રકને લઈને લાંબી ટૂર અને ઓફ ધ રોડ રેસ ટાસ્ક પૂરા કરીને વિજેતા બને છે.
ભારતના વાહનો પાછળ લખાયેલા સ્લોગન અને શાયરીઓને ફેસબૂક, ટ્વિટર અને ગુગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પરના યૂઝર્સ અવારનવાર શેર અને લાઇક કરતા જોવા મળ્યા છે. તો તમે પણ જુઓ આ તસવીરો અને તમને ગમે તો તમે પણ તમારા સોશિયલ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરીને મિત્રોનું મનોરંજન કરી શકો છો

તો આગળની સ્લાઇડમાં તમને ભારતીય વાહનો પાછળ લખેલા કેટલાક સ્લોગન રંગીલા ભારતીયોની ઓળખ કરાવી દેશે અને આ સ્લોગન વાંચીને તમે પણ એવું કહેવા માંગશો, 'It Happens only in India'.
.......................................

આવું બીજે ક્યાંય નહીં જોવા મળે, It happens only in India


1 of 18 Photos
માણસોએ પોતપોતાની રીતે દેશો બનાવીને દુનિયાને વહેંચી લીધી અને દુનિયાનાં આ જ દેશોમાં ઘણાં બધા પ્રકારનાં લોકો પણ રહે છે, પણ વાત જ્યારે ભારત અને ભારતમાં રહેતાં લોકોની આવે ત્યારે દુનિયા તેમની રહેણી-કરણી, સંસ્કૃતિ, ધર્મ, જાતિં, પોશાક ટૂંકમાં વિવિધતા જોઈને દંગ રહીં જાય છે.
દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં ઘણી બધી સંસ્કૃતિઓ, લોકો, જાતીઓ અને તેમના અનોખાં ઉત્સવોની વિવિધતા જોવા મળે છે. આ બધાની વચ્ચે ક્યારેક એવા રમૂજી દ્રશ્યો પણ જોવા મળી જાય છે, જે પેટ પકડીને હસવાં ઉપર મજબૂર કરી દેતા હોય છે.

રમૂજી મનોવૃતિના લોકો આ તસવીરોને તેમનાં સોશિયલ એકાઉન્ટમાં શેર કરતા હોય છે અને બીજાને હસાવતા તેમજ પોતાને અન્યો કરતા અલગ પાડતા હોય છે. આજે અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ભારતનાં એવા જ કેટલાક દ્રશ્યો જે જોઈને તમે પણ પોતાનું હાસ્ય રોકી નહીં શકો અને તમારા ચહેરા પણ ખીલી ઉઠશે.

આવી જ કેટલીક ઓરિજનલ તસવીરોનું રસપ્રદ કલેક્શન અહીં તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. આ પ્રકારની તસવીરો અમને વાચકમિત્રો મોકલી રહ્યાં છે. જો તમારી પાસે પણ આવી જ કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને Sub: 'For Ajab-Gajab' લખીને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

...................................

અજબ ભારતની ગજબ તસવીરો, ક્યૂકી It happens only in India


1 of 22 Photos
માણસોએ પોતપોતાની રીતે દેશો બનાવીને દુનિયાને વહેંચી લીધી છે અને દુનિયાનાં આ દેશોમાં ઘણાં બધા પ્રકારનાં લોકો પણ રહે છે, પણ વાત જ્યારે ભારત અને ભારતમાં રહેતાં લોકોની આવે ત્યારે દુનિયા દંગ રહીં જાય એવી સંસ્કૃતિ, મોજ-મસ્તી તેમજ ઉત્સવો અહીં જોવા મળી જાય છે.
દુનિયામાં આ એક જ દેશ એવો છે જ્યાં ઘણી બધી સંસ્કૃતિઓ, લોકો, જાતીઓ અને તેમના અનોખાં ઉત્સવોની વિવિધતા છે. આ બધાની વચ્ચે ક્યારેક એવા રમૂજી દ્રશ્યો જોવા મળી જાય છે, જે પેટ પકડીને હસવાં ઉપર મજબૂર કરી દેતા હોય છે.

રમૂજી મનોવૃતિના લોકો આ તસવીરોને તેમનાં સોશિયલ એકાઉન્ટમાં શેર કરતા હોય છે અને બીજાને હસાવતા તેમજ પોતાને અન્યો કરતા અલગ પાડતા હોય છે. આજે અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ભારતનાં એવા જ કેટલાક દ્રશ્યો જે જોઈને તમે પણ પોતાનું હાસ્ય રોકી નહીં શકો અને તમારા ચહેરા પણ ખીલી ઉઠશે.

આવી જ કેટલીક ઓરિજનલ તસવીરોનું રસપ્રદ કલેક્શન અહીં તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. આ પ્રકારની તસવીરો દિવ્યભાસ્કરનાં વાચકમિત્રો મોકલી રહ્યાં છે. જો તમારી પાસે પણ આવી જ કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

.............................................

એક નહીં, 39 પત્નીઓનાં નખરાં સહન કરે છે 94 બાળકોનો પિતા


1 of 25 Photos
આજના જમાનામાં જ્યાં એક પતિ, તેની એક પત્નીને પણ સાચવવામાં ઢીલોઘેંસ જેવો થઈ જાય છે, ત્યાં આ દુનિયામાં એક પતિદેવ એવો પણ છે જે એક-બે નહીં, 39 પત્નીઓનાં નખરાં ખુશી-ખુશી સહન કરી રહ્યો છે, ત્યાંજ તેની 39 પત્નીઓ પણ તેમનાં આ પતિપરમેશ્વરથી ખૂબ જ ખૂશ છે.

39 પત્નીઓના આ પતિપરમેશ્વરનું નામ છે જિઓના છાના, અને તે ભારતના મિઝોરમ રાજ્યનાં બત્ક્વાંગ ગામમાં રહે છે. વાત અહીં જ પૂરી નથી થઈ જતી, આથી પણ વધું આશ્ચર્યજનક બાબત તો એ છે કે તેની આ 39 પત્નીઓને કુલ 94 બાળકો છે. એટલે કે આ મહાપુરુષ 94 બાળકોનો પિતા છે. પત્નીઓ, પુત્રો અે પ્રપૌત્રો સહિત આ પરિવારમાં કુલ 181 સભ્યોનો સમાવેશ થાય છે, એટલે કે આ દુનિયાનો સૌથી મોટો પરિવાર કહીં શકાય.

અનુસંધાન આગળની સ્લાઇડમાં, જાણીએ આ મહાપુરુષ, પતિપરમેશ્વર સાથે જોડાયેલી વધું કેટલીક ચોંકાવનારી હકીકતો અને જોઈએ તેમનાં આ વિશાળ પરિવારની તસવીરો..

........................................

લોકો ઊંચાં થઈ-થઈને જોશે, ઇસકો લગા ડાલા તો બાઇક ઝીંગાલાલા


1 of 7 Photos
ટેક્નોલોજીની દુનિયામાં આવિષ્કારો થાય એટલાં ઓછા, તે આનું નામ. થાઈલેન્ડની એક ટેક્નો કંપનીએ જે નવો આવિષ્કાર લોન્ચ કર્યો છે, તે જોઈને તમારી આંખો પણ ચાર થઈ જાય તો નવાઈ નહીં. તમને કોઈ એમ પૂછે, કે શું લોકો તમારી બાઇકનાં ટાયર સામે જૂવે છે? તો તમને એમ થશે કે શું સાવ વાહિયાત સવાલો પૂછે છે, ટાયર સામે કોઈ શુંકામ જુવે? તો ભઈ થાઈલેન્ડમાં લોકો આ સવાલના જવાબમાં કહેશે, હા જુવે છે, ઉંચા થઈ-થઈને જુવે છે.

બેન્કોક બેઝ્ડ ટેક્નો કંપની વર્લ્ડ મોટો મોટરસાયકલ માટે એક લેટેસ્ટ એસેસરીઝ, એટલે કે એવું ટાયર લોન્ચ કર્યું છે, જેમાં તેમણે એલઈડી સ્ક્રિન જોડી છે, તે પણ રંગિન એલઈડી સ્ક્રિન. તેમનો આ લેટેસ્ટ અને અદ્યતન આવિષ્કાર તમારા બાઇકના ટાયરને એક ફૂલ કલર એલઈડી સ્ક્રિનમાં પરિવર્તિત કરી દેશે.

તેની ડિસ્પ્લેમાં તમે બીલબોર્‍ડ્સ, વીડિયોઝ, એનિમેશન અથવા તમારા મરજી પ્રમાણેનાં ટેક્સ્ટ હાઈલાઇટ કરી શકો છો. આ ટાયરની કેટલીક વધુ રસપ્રદ ખાસિયતો જાણીશું આ જોઈશું આગળની સ્લાઇડમાં. ક્લિક કરી શકો છો આગળની સ્લાઇડ અને જોઈ શકો છો આ નવા અદ્યતન ટાયરનો વીડિયો પણ..

......................................................................

આ કૂતરાંની સામે બસંતી તો શું, બસંતીની ધન્નોએ પણ નાચવું પડે


1 of 11 Photos
શું તમને આ વાતનો અંદાજ છે કે જ્યારે આપણે આપણાં ઘરેથી બહાર ગયા હોઈએ, ત્યારે આંપણો પાળતું કૂતરો આપણી ગેરહાજરીનો શું ફાયદો ઉઠાવી શકે? કદાચ નહીં, પણ એક એવો વીડિયો યુટ્યૂબ ઉપર સામે આવ્યો છે, જેમાં એક પાળતૂ કૂતરાંની આશ્ચર્યમાં મુકી દેતી હરકતો સામે આવી છે. લૂસી નામનાં આ ફિમેલ ડોગની ચાલાકીનો વીડિયો સામે આવ્યા બાદ, તેને 3,00,000થી વધારે લોકોએ યુટ્યૂબ પર જોઈ નાખ્યો છે. 

એરિઝોનાનાં ફોનિક્સ રહેવાસી, રોડ શેનરમૈન જ્યારે પોતાનાં ઘરેથી બહાર જતાં, તો તેમની આ પાળતું કૂતરી આ ચાલાકીની હાથ સફાઈ કરી લેતી. તેની આ ચાલાકી જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ જાય. શેનરમૈન જ્યારે ઘરમાં ન રહેતા, ત્યારે લૂસી રસોડામાં ઘુસી જતી અને ત્યાં પોટમાં ચિકન નગેટ ચાઉ કરી જતી. તેના માટે લૂસી જે રીત અજમાવતી તો ખૂબ જ ચોંકાવનારી છે. તે પોતાનાં પંજાની મદદથી દરવાજો, અરે અહીં સુધી કે બારી પણ ખોલી નાખતી.

.............................................

બોસ, અાજ સુધી નથી થયું આવું અજબ ફેશનનું ગજબ ફોટોશુટ


1 of 9 Photos
કેનેડિયન ફોટોગ્રાફર માર્ટિન ટ્રેમબ્લે અને સ્ટાઇલિશ સ્ટૂડિયો પાસ્કલ એન્ડ જેરેમી કોન્સેપ્ટે લંડનનાં ફેશન મેગેઝીન સ્ક્હોન માટે મોડેલ્સનું અપસાઇડ ડાઉન ફોટોશૂટ પ્રસ્તુત કર્યું છે.

'ફોર્ચ્યૂન કુકી' નામની આ ફોટો સીરીઝમાં ઇન્વર્ટેડ ફેશન ટ્રેન્ડ, ડ્રેસ કલર્સ અને મોડલ્સનાં હૈરસ્ટાઇલને હાઈલાઇટ કરવામાં આવી છે. આ ફોટોશૂટ વિશે કહેવામાં આવ્યું છે કે ફૈશન વર્લ્ડમાં આવી રીતનું ફોટોશુટ અત્યાર સુધી કોઈએ નથી કર્યું.

કેનેડિયન ફોટોગ્રાફર દ્વારા અપસાઇડ ડાઉન ફોટોશૂટમાં સામે આવેલી કેટલીક તસવીરો જોવા માટે ક્લિક કરી શકો છો આગળની સ્લાઇડ..
...........................................

ગમે તેઓ ચાઈનીઝ હોય, આખલો ભૂરાયો બને ત્યારે આવા હાલ થાય


1 of 6 Photos
આંપણે ત્યાં ગામમાં કોઈક કૂતરો જ્યારે હડકાયો થાય ત્યારે લોકો તેને મારી નાખતા જોવા મળ્યા છે, આવો જ એક કિસ્સો અહીં પણ જોવા મળ્યો. વાસ્તવમાં અહીં કોઈ કૂતરો તો હડકાયો નહોંતો થયો પણ હા, એક આખલો ચોક્કસ ભૂરાયો થયેલો, જેણે અહીંનાં કેટલાય ખેડૂતો ઉપર જીવલેણ હુમલા કરેલા અને તે ભડાકે દેવા માટે પોલીસ બોલાવી પડેલી.

પણ આ માણસ કોણ જાણે શું ય ઘમંડ હશે કે માત્ર એક લાકડી લઈને તેને હડસેલવા ગયો અને ભૂરાયો થયેલો આખલો તેની પાછળ એવો તો પડી ગયો કે આ લાકડી વડે હુમલો કરનારને જ ઊભી પુંછડીએ ત્યાંથી ભાગવાનો વારો આવ્યો. ભાઈ આખલો જ્યારે ભૂરાયો થાય ત્યારે તેની સામે કોઈનું ન ચાલે. ગમે તેઓ ચાઈનીઝ કેમ ન હોય ત્યાંથી ભાગવું જ પડે. આ વિચિત્ર ઘટના બની બતી ચીનનાં એક ફાર્મ હાઉસ પર. ચીનનાં અન્હુઈ પ્રાંતમાં આવેલા નાનગાંગ ટાઉનશીપમાં સ્થિત લિયાંગડૂન ગામે આખલાના આ હુમલાની ઘટના બની છે.

આ આખલો જાણે કે કહીં રહ્યો હતો, શા માટે તે મને લાકડી ફટકારી? હવે તું ઊભો રહે તારી ખૈર નથી અને પછી જે દ્રશ્યો જોવા મળ્યા એ આપણે અહીં આગળની સ્લાઇડમાં આપેલી તસવીરોમાં જોઈશું અને જાણીશું આ સમાચાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વિગતો..

...............................................................

આ તસવીરો જોઈને તમે પણ કહેશો, What an idea sir ji


1 of 25 Photos

આ તસવીરો જોઈને તમે પણ કહેશો, What an idea sir ji
કોઈએ સાચું જ કહ્યું છે, કલ્પનાને કોઈ સીમાડા નથી હોતા. અહીં પ્રસ્તુત કરેલી તસવીરો જોયા પછી તમે પણ આ વાત સાથે સહમત થશો અને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે. આ તસવીરોમાં તમને જોવા મળશે કે લોકો ક્યાં-ક્યાં અને કેવું-કેવું દિમાગ દોડાવે છે.

પોતાનાં દિમાગનો અસરકારક ઉપયોગ કરી, તેઓ એવી-એવી વસ્તુઓ બનાવી લે છે, જે કોઈએ વિચારી પણ ન હોય. પૃથ્વી ઉપર સ્થિત તમામ પ્રજાતિઓમાં મનુષ્યજાતિ એટલા માટે જ, સૌથી વધુ સક્ષમ અને બૃદ્ધિશાળી ગણાય છે. આજે અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ એવી કેટલીક તસવીરો, જેમાં મનુષ્યોના વિચારો અને કલ્પનાશક્તિ તમને જોવા મળશે.

આમાંથી મોટા ભાગનાં આવિષ્કારો, ભંગારમાંથી એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યાં હોય છે. ભંગારની મદદથી તેઓ પોતાનાં વિચારોને આકારોમાં પરિવર્તિત કરી દેતા હોય છે. આ આવિષ્કારોને જોઈ ક્યારેક હસવું પણ આવે છે અને ક્યારેક ઘણું બધું જાણવાં વિચારવા મળી જાય છે.

આજે અમે તમારી સામે લઈને આવ્યાં છીએ, એવા જ કેટલાક અજીબોગરીબ આવિષ્કારો અને ક્રિએટીવ આઈડિયાઝની તસવીરો..

..................................................

આખી દુનિયાને છેતરી ગઈ આ 25 ફેક તસવીરો, પકડાઈ ભૂલો


1 of 26 Photos
આ જમાનો ઈન્ટરનેટનો છે અને અહીં જેટલી જલ્દી કોઈ વસ્તું ચમકી જાય છે એટલી જ ઝડપથી પટકાઈ પણ જાય છે. આજે અમે તમને અહીં કેટલીક એવી તસવીરો સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યાં છીએ જેણે દુનિયાને ખૂબ જ છેતરી છે અથવા તો એમ કહો કે દુનિયા આ તસવીરોને સાચી માની બેઠી હતી, જે વાસ્તવમાં ખોટી છે અને ક્યાંકને ક્યાંક તેને ફોટોશોપ જેવા સોફ્ટવેરમાં તૈયાર કરવામાં આવી છે.

કેટલીક તસવીરો છે ક્યાંક બીજાની અને બતાવાઈ છે કોઈ બીજા સાથે જોડીને. કેટલીક તસવીરો તો જોઈને જ ખબર પડી જાય કે દુનિયામાં આવું કઈ હોઈ શકે નહીં, આવી તસવીરોને પણ કેટલાક લોકો સાચી માની બેઠા હશે. કેટલીક તસવીરોમાં ફોટોશોપનાં એક્સપર્ટ જ નહીં, પણ સામાન્ય લોકોએ પણ પકડી પાડીને તેમાં રહેલી ભૂલો દુનિયા સામે મૂકી છે.

આજે આવી જ તસવીરો સાથે આપણે રૂબરૂ થવા જઈ રહ્યાં છીએ, જે ઈન્ટરનેટ જગતમાં જબરદસ્ત વાયરલ થઈ પણ હકીકતમાં આ તમામ તસવીરો ફેક છે, તેનો વાસ્તવિક્તા સાથે કોઈ સંબંધ નથી. આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જોઈશું આ ફેક તસવીરોને..

..................................................

હસી-હસીને પેટ દુખે, રાઇટ ટાઇમ સામે કેમેરાનો આ પરફેક્ટ એન્ગલ


1 of 10 Photos
જો દિખતા હે, વહીં બિક્તા હે, આ જ સ્ટ્રેટર્જી ઉપર આજે ફેસબુક-ટ્વિટર જેવી સોશિયલ દુનિયામાં લોકો પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યાં છે. તેમની આ ક્રિએટીવિટી અને તસવીરો ખરેખર કેવી છે, આ કહેવું અને કરી બતાડવું દરેકના માટે સરળ નથી હોતું.
વસ્તુઓને જોવા માટે દરેક માણસનો પોતાનો એક દ્રષ્ટિકોણ હોય છે. તેની પોતાની એક વિચારસરણી હોય છે. વ્યક્તિ ક્યારેક નજરે જોયેલી વસ્તુઓને ક્યારેક સમજી જાય છે તો ક્યારેક નથી સમજી શકતી, પણ મુશ્કેલી ત્યારે નથી હોતી જ્યારે તે વસ્તુંને સમજી જાય, એ તો ત્યારે થાય છે, જ્યારે તે સત્ય વસ્તુંને સમજી નથી શકતો. જો વ્યક્તિના વિચાર અને દ્રષ્ટિ સાચી છે તો તેને વિચિત્ર અને ભ્રામક દેખાતી વસ્તુઓમાં પણ હકીકત દેખાવા લાગે છે.

દરેક વખતે વસ્તું એવી નથી હોતી, જેવી દેખાય છે. તેની હકીકત જાણવા માટે સ્પષ્ટ નજર અને સ્માર્ટ દિમાગની જરૂર પડે છે. અહીં કેટલીક તસવીરો આવો જ કઇંક કરિશ્મો કરતી જોવા મળશે. આજે આ તસવીરી સિરિઝમાં જોઈશું દુનિયાનાં કેટલાક ભ્રામક કરી દેતા દ્રશ્યો જે તમને પણ આજના દિવસમાં મોજ લાવી દેશે.. ક્લિક કરીને જોઈશું દુનિયાનાં આ દ્રષ્ટિભ્રમ ઉત્પન્ન કરતાં દ્વિઅર્થી દ્રશ્યો..

.................................................

તમારી આંખો પણ ચકરડી-ભમરડી ખાઈ જશે, જુઓ આ તસવીરો


1 of 16 Photos

તમારી આંખો પણ ચકરડી-ભમરડી ખાઈ જશે, જુઓ આ તસવીરો
સોશિયલ મીડિયાની હાલ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ બોલબાલા છે. તેમાં પણ ખાસ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પર લોકો કઈંક ખાસ રસ લઈ રહ્યાં છે.

નવા-નવા મિત્રો બનાવવા, તેમની સાથે ચર્ચાઓ કરવી, એકબીજાને યાદગાર અને ફની ફોટોગ્રાફ શેર કરવા, કોઈ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરવી, કે પછી કોઈ નવી ઇવેન્ટની જાહેરાત કરવી હોય, આ તમામ બાબતો માટે સોશિયલ વેબ સાઇટ્સ લોકોને ઉપયોગી બની રહી છે.

એકલતા અનૂભવતા લોકો માટે પણ સોશિયલ વેબસાઇટ એક મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહી છે. અહીં માત્ર યંગ જનરેશન જ જોવા મળે એવું નથી, અહીં તો ઓલ્ડ જનરેશન પણ ખૂબ રસ લઈ રહી છે. દુનિયાભરમાં શું બની રહ્યું છે? લોકો શું ચર્ચા કરી રહ્યાં છે? લેટેસ્ટ ન્યૂઝ શું છે? આવા કેટલાય પ્રશ્નોના જવાબ, આજે સોશિયલ વેબસાઇટ પર સરળતાથી મળી જાય છે.

લોકોનો સૌથી વધુ રસ રમૂજી ફોટોગ્રાફ્સ ઉપર જોવા મળ્યો છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ ટ્રેન્ડ વધારે દેખાઈ રહ્યો છે. આજે અમે લઈને આવ્યા છીએ આ તમામ વેબસાઇટ્સ પર પોસ્ટ થયેલી આવી જ કેટલીક રમૂજી અને ખૂબ ચર્ચાયેલી તસવીરો.

આ તસવીરોને તમે પણ તમારા સોશિયલ વેબસાઇટ્સ પરના એકાઉન્ટમાં પોસ્ટ કરવા માંગશો. જો વ્યક્તિના વિચાર અને દ્રષ્ટિ સાચી છે તો તેને વિચિત્ર અને ભ્રામક દેખાતી વસ્તુઓમાં પણ હકીકત દેખાવા લાગે છે.

દરેક વખતે વસ્તું એવી નથી હોતી, જેવી દેખાય છે. તેની હકીકત જાણવા માટે સ્પષ્ટ નજર અને સ્માર્ટ દિમાગની જરૂર પડે છે. અહીં કેટલીક તસવીરો આવો જ કઇંક કરિશ્મો કરતી જોવા મળશે. આજે આ તસવીરી સિરિઝમાં જોઈશું દુનિયાનાં કેટલાક ભ્રામક કરી દેતા દ્રશ્યો જે તમને પણ આજના દિવસમાં મોજ લાવી દેશે.. ક્લિક કરીને જોઈશું દુનિયાનાં આ દ્વિઅર્થી દ્રશ્યો..

.......................................................

આ દ્રશ્યો જોઈને તમે પણ કહેશો, It happens only in India


1 of 34 Photos

આ દ્રશ્યો જોઈને તમે પણ કહેશો, It happens only in India
ભારતમાં જાત-જાતનાં દ્રશ્યો તમને જોવા મળી જશે, કેમ કે દુનિયામાં ભારત જ એક એવો વિવિધતાભર્યો દેશ છે જ્યાં ઘણી બધી સંસ્કૃતિઓ, લોકો, જાતીઓ અને તેમનાં અનોખા ઉત્સવો જોવા મળે છે.

આ બધાની વચ્ચે ક્યારેક એવા રમૂજી દ્રશ્યો પણ જોવા મળી જાય છે, જે પેટ પકડીને હસવાં ઉપર મજબૂર કરી દેતા હોય છે. અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ભારતનાં એવા જ કેટલાક દ્રશ્યો જે જોઈને તમે પણ કહેશો કે હા, ખરેખર આવું માત્ર ભારતમાં જ જોવા મળે બીજે ક્યાંય નહીં અને કેટલાક દ્રશ્યો તો એવા છે, જેને જોઈ પોતાનું હાસ્ય રોકી નહીં શકો અને તમારા ચહેરા પણ ખીલી ઉઠશે, ત્યાંજ કેટલાક દ્રશ્યો એવા પણ છે જે તમારી આંખમાં ઝરઝરિયા લાવી શકે છે.
તો ક્લિક કરો આગળની સ્લાઇડ અને જુઓ ભારતમાં બનતી કેટલીક એવી અકલ્પનિય અને અદભુત ઘટનાઓ, જે તમને બીજા કોઈ દેશમાં નહીં જોવા મળે. 

આ તસવીરો અમને Jitu Sojitra નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો

હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો. તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.
....................................................
આ તસવીરો જોઈને આખી દુનિયા કહે છે, It Happens only in India

4 of 11 Photos

આ તસવીરો જોઈને આખી દુનિયા કહે છે, It Happens only in India
હા હા હા.. વ્હોટ એન આઈડિયા સરજી.. કઇંપણ. દરેક સમસ્યાનો અહીં હાલતા-ચાલતા ઉકેલ નીકાળી લઈએ છીએ..
......................................................

મુન્ની હોય કે ચમેલી, આ જોયા પછી હસીને-હસીને થઈ જશે ગાંડી


1 of 11 Photos
મુન્ની હોય કે ચમેલી, આ જોયા પછી હસીને-હસીને થઈ જશે ગાંડી
જ્યારે પણ પ્રાણીઓની દુનિયામાં કઇંક અજુગ્તું કે મનુષ્યો જેવી હરકતો વાળી ઘટનાઓ બનતી જોવા મળે છે ત્યારે ચોક્કસ આશ્ચર્ય થાય. આ પૃથ્વી પર મનુષ્ય અને પ્રાણી એમ બે પ્રજાતિ રહે છે અને એટલે જ બન્ને પ્રજાતિ એકબીજાના મળતાવતા હાવભાવ અને લક્ષણો જોઈને આશ્ચર્ય પામે છે.

બન્ને પ્રજાતિ ભલે એકબીજાની ભાષામાં શૂ કહેવા માંગે છે તે સમજી ન શકે, પણ જ્યારે આવા કોઈ દ્રશ્યો નજર સામે જોવા મળી જાય તો ચોક્કસ મનુષ્યો આશ્ચર્ય પામી જતા હોય છે અને કદાચ પ્રાણીઓ પણ આવું જ કઇંક અનુભવ કરતા હશે જ્યારે તેઓ મનુષ્યોમાં પ્રાણીઓ જેવી આદતો જોતા હશે. આ બધો તો લાંબી ચર્ચાનો વિષય છે, પણ આપણે અહીં વાત કરવા જઈ રહ્યાં છીએ પ્રાણીઓએ કરેલા ડાન્સની.

હવે તમે ચોક્કસ એમ કહેશો કો ભઈ પ્રાણીઓ થોડી ડાન્સ કરે? પણ આ તસવીરો આ વાતની સાક્ષી છે કે જ્યારે તેમને મૂડ આવે કે તેઓ કોઈ અજીબોગરીબ હરકતો કરે ત્યારે મનુષ્યો દ્વારા કરવામાં આવતા નૃત્યો જેવા જ દ્રશ્યો ખડાં થતાં હોય છે. આ દ્રશ્યો જોઈને ચોક્કસ તમને પણ એવું લાગશે કે આ પ્રાણીઓ ડાન્સ કરતાં જાણતા હશે કે પછી કોઈ બીજી વાત હશે જે આવાં દ્રશ્યો ઊભાં કરે છે. જોઈએ આવા જ કેટલાક દ્રશ્યો આગળની સ્લાઇડમાં..

આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ માહિતી, તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને Subમાં For Ajab-Gajab લખીને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

............................................................................

ભેજાને ભડાકે દેવાનું મન થશે આ સુપરફની તસવીરો જોયા પછી


1 of 11 Photos
ભેજાને ભડાકે દેવાનું મન થશે આ સુપરફની તસવીરો જોયા પછી
હાથમા કેમેરો હોય, તો મજેદાર દ્રશ્યો મળી જ જાય છે ક્લિક કરવા માટે. ફેસબુક, ગુગલ અને ટ્વિટર પરનાં ફ્રેન્ડ સર્કલના મિત્રો જ્યાં એક બાજુ પોતાની ક્રિએટિવિટી અને ફોટોશૉપ જેવા સૉફ્ટવેરની મદદથી કઈંક અનોખી તસવીરો ક્રિએટ કરી રહ્યાં છે, તો ત્યાંજ પોતાના કેમેરા કે મોબાઇલ કેમેરાથી પણ કેટલીક આવી ક્ષણોની તસવીરો ક્લિક કરી જ લેતા હોય છે, જેના વિશે તેમનો ખ્યાલ કઇંક અનોખો હોય છે.

તેઓ માને છે કે જ્યારે આ તસવીરો તેમના મિત્રો વચ્ચે શેર કરશે, તો ચોક્કસ હસી અને ખુશી બન્નેનું સંચાર થશે અને ખરેખરમાં તેઓ પોતાનાં આ હસાવાના મિશનમાં સફળ પણ થઈ જાય છે. તેમના મિશનને આગળ વધારવા માટે તેમની તસવીરોમાં અમારા કેપ્શનના ક્રિએશનનો વઘાર કરીને ટેસ્ટી વ્યંજન તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. 

આ ફોટો રેસિપી સૌને ભાવી રહી છે, તો થઈ જાવ ફરી એક વખત તૈયાર, તમારી સ્વિટ સ્માઇલ માટે પ્રસ્તુત છે એવી રમૂજી તસવીરો, જેણે મિત્રોને ખૂબ હસાવ્યા.

1 comment: