Sunday, 16 February 2014

GUJARATI NO TAHUKO


મોંઘુ મોંઘુ સૌ કઈ મોંઘુ

ઈંધણ મોંઘુ રાંધણ મોંઘુ
માણસ સોંઘો થાય,
પ્રણય મોંઘો ની પ્રેમ મોંઘો
પ્રેમી સસ્તા થાય,
કામ મે દીધુ કામ તે લીધુ
ઈ કાગડીયે નોંધાય,
કાગડ ની ઈ આડ મા,
માણસ છે વેચાય.
ભોગ વિલાસ ની વાત મા
ધૂમ પૈસો ખર્ચાય,
દેસ ની આર્થીકતા મા
મંદી છે સર્જાય,
નેતા જીતે, પ્રજાને વીતે,
વિદેશી દુસ્મન છે હરખાય,
મોંઘુ મોંઘુ સૌ કઈ મોંઘુ,
લીલો દેસ છે જો ભરખાય.

...........................................

સત્ય ને સત્ય રહેવા દો

સત્ય ને સત્ય રહેવા દો
મને તો સાચુ કહેવા દો
મારી આપવીતી નથી જાણતા,
તો જે છે ઍ તેમ જ રેહવા દો.
જકડાઈ રહ્યો છુ દુનિયાદારી થી,
શાંતી થી બે ગમ સેહવા દો.
આંસુ ની અજીબ છે ખારાસ,
ઍ આંસુ ને વહી જવા દો.
સત્ય ને સત્ય રહેવા દો
મને તો સાચુ કહેવા દો
સહારો નહી આપો તો કાઇ નઈ,
તમારો સાથ રેહવા દો,
ડર્યો નથી દુનિયા થી, પણ,
ખુદા થી તો ડરવા દો,
સત્ય ને સત્ય રહેવા દો
મને તો સાચુ કહેવા દો.

વાન્ધો નથી મને દુનિયા થી

વાન્ધો નથી મને દુનિયા થી,
દુનિયા ને વન્ધો પડ્યો છે મારા થી,
મને શુ ખબર હતી કે,
જેનુ સારુ ચાહુ છુ
એ જ દુનિયા જલે છે મારા સારા થી…
શુ ખબર હતી મને કે
ભલાઇ કરવી પાપ છે આ દુનિયા મા
બસ એ પાપી ભલાઈ થઇ છે મારા થી
ફુલો પાથરુ છુ સૌ કોઇ કાજે
શેના કાજે બદલો એને છો અંગારા થી
શોર બકોર ની આ દુનિયા
જુઓ ડરે છે આજે મારા ગીત ના ઝંકારા થી.
નથી રહી એ તાકાત કોઇ ના મા સહન કરવાની
ને જલે છે ઇ તાકાતવર લડનારા થી.
જ્લે છે આજે દુનિયા જાને
દરિયો જલે છે નદી ના એ બે કિનરા થી,
ને સુખ ના સાગર મા ડુબેલા એ
જલે છે મુજ ગમગીન પીનારા થી,
પન છત્તા મને વાંધો નથી દુનિયા થી,
તોય કેમ દુનિયા ને વન્ધો પડ્યો છે મારા થી ???
.....................................................................................................................
ગુજરાત એટલે...,

ગુ...ગરવી,

જ...જનોની,

રા...રળિયામણી,

ત...તપસ્વી ભૂમિ. 

No comments:

Post a Comment